મૃત્યુ ના આરે

મૃત્યુ ના આરે

જિંદગી ના આ ફરી પ્રાપ્ત થયેલ જીવીત થવાના વિસામે અતિથી તરીકે ઘડપણ આવી ગયું.
હવે મુત્યુ રૂપે ઘા કરતી છરી આવે તે સ્વીકારવા,  સમાધી મરણ ની આશા શ્રી જૈન પરમાત્મા પાસે  રાખુ છું.  મન, વચન અને આત્મા ના  હિતાર્થે જૈન શ્રાવક તરીકે    આવતા જન્મનો ફેરો મળે એને તેમાં જૈન શાસન ની આરાધના કરવા મળે, પ્રવાજ્યા ધારણ કરવા મળે અને  વિરતી ધર્મ નો વેશ મળે અને ત્રિલોક પરમાત્મા મહાવીર સ્વામી ના દેશના આપેલ તથા આદરેલા  આચાર, વિચાર, અપરિગ્રહ, સંયમ, વિગેરે ને મન, વચન અને કર્મથી આદરી શકું તેવી ઉપાસના કરુ. અંતે પરમાત્મા ના ચરણ મા સ્થાન મળે તેવી શ્રી જૈન પરમાત્મા ને અંતર પૂર્વક અભ્યથનાં.
મિચ્છામી દુક્કડમ.
પરેશ શાહ

Leave a Reply

Your email address will not be published.